પીજીવીસીએલ દ્વારા માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામે કાઠિયાવાડ સોલ્ટ વર્કસ ના નામથી પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવતી ફેકટરીમા તપાસ કરી વીજ ચોરીની ફરિયાદ GUVNL પોલીસ સ્ટેશન રાજકોટમાં દાખલ કરી હતી. જે વીજચોરીનો સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલતા સ્પેશ્યલ જજ વી.એ. બુધ્ધ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા (મી. ) તાલુકાના હરીપર ગામે કાઠીયાવાડ સોલ્ટ વર્કસના નામથી પ્લાસ્ટીકનાં ગઠ્ઠા બનાવવાની ફેક્ટરી મહમદહુશેન સીદીકભાઈ પાયક રહે. મોરબી વાળા ફેકટરીમાં પી.જી.વી.સી.એલ.નાં કાયદેસર ગ્રાહક હોવા છતાં ગત તા. ૩૧-૧૨-૨૦૨૦ નાં રોજ પી.જી.વી.સી.એલ. કચેરીનાં અધિકારીએ વીજ ચેકીંગ કરી તેઓએ રૂા. ૭૧, ૩૮,૯૮૪.૨૯ પૈસાની વીજ ચોરી કરી છે. તે બાબતની ફરીયાદ વર્ષ ૨૦૨૦માં GUVNL પોલીસ સ્ટેશન રાજકોટમાં વીજળી અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે ગુન્હાની તપાસ કરી તેનું સ્પેશ્યલ ઈલેકટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાર્જશીટ કર્યું હતું જે કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા તેની અંદર પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોના મૌખિક પુરાવા અને ૧૫ (પંદર) દસ્તાવેજો રજુ કર્યા હતા જેને ધ્યાનમાં લઈને તેમજ આરોપી મહમદહુશેન સિદીકભાઈ પાયકનાં એડવોકેટ એચ.એન. મહેતા ની ધારદાર દલીલો ધ્યાને લઈ કેસમાં સ્પેશ્યલ જજ શ્રી વી. એ. બુધ્ધ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.