Monday, May 25, 2026
HomeGujaratવાંકાનેરના સમથેરવા ગામે રખડતું જીવન જીવતા અજાણ્યા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના સમથેરવા ગામે રખડતું જીવન જીવતા અજાણ્યા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક અજાણ્યા વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અ.મોત રજીસ્ટર કરી, મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં જીવાબેન ટીડાભાઈ સાવડીયાના ખેતરમાં આશરે ૬૦થી ૬૫ વર્ષના અજાણ્યા વૃદ્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધ રખડતું જીવન ગુજારતા હતા અને અચાનક શરીરે પરસેવો વળતા બેભાન થઈ ગયા હતા. ત્યારે હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી અજાણ્યા મૃતકની ઓળખ અને તેના વાલી વારસને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!