મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ૧૮ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ત્યારે ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી યુવતીનું હોસ્પિટલમાં મોત નિપજતા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મૂળ હળવદ તાલુકાના દેવળીયા ગામના વતની વર્ષાબેન દેવજીભાઈ ચાવડા ઉવ. ૧૮એ ગત તા.૨૩/૦૫ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. બનાવ બાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ થતા, અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






