તાજેતરમાં જ મોરબી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરી ચેરમેનો ની નિમણૂક કરવામાં આવી. જેમાં મહત્વની એવી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અજય લોરીયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે અજય લોરીયા એ શ્રીફળ વધેરી વિધિવત રીતે ચેરમેન તરીકેનો ચાર્જ સાંભળી લીધો હતો.
અને આ તકે અજય લોરીયાએ જણાવ્યું હતું કે જિલ્લાના છેવાડાના લોકો ના કામ કરવા માટે હું કટિબદ્ધ છે અને જિલ્લા નો સમતોલ વિકાસ થાય એ મારી પ્રાથમિકતા રહેશે અને આ માટે મેં મારા ખર્ચે કાર્યાલય મંત્રી તરીકે બાંધકામ શાખાના નિવૃત સેક્સન ઓફિસર સુમરાભાઈ ની નિમણૂક કરી છે એટલે સુમરાભાઈ ઓફીસ સમય દરમ્યાન બાંધકામ સમિતિની ઓફીસ માં હાજર જ રહેશે અને જે લોકો ને બાંધકામને લાગતું કામ હોય એ સુમરાભાઈ -98252 61414 નો સંપર્ક કરે અને આમ છતાં કોઈ કામ ન થતુ હોય તો મારો સંપર્ક 99134 33333 કરવો હું 24 કલાક લોકો ની સેવા કરવા કટીબદ્ધ છુ