રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂની હેરાફેરી કરવાનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઇર્શાદ જાહુલ ફઝરૂ હક (રહે. સીસવાના (જાટકા સિસવા) તા.ફીરોજપુર જી.મેવાત (હરીયાણા)) હાલ મોરબી જિલ્લાના વાંકનેર બાઉન્ટ્રી પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા નાસતો ફરતો આરોપી ઇર્શાદ જાહુલ ફઝરૂ હક મળી આવતા આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીની B.N.S.S. કલમ- ૩૫(૧),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા તથા PSI કે.એચ.ભોચીયા તથા મોરબી પેરોલ ફર્લો સ્કોડનાં વી.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.