Sunday, August 23, 2026
HomeGujaratઅણીયારી ગામે રેસ લગાવતા બે બાઈકમાંથી એકે વૃદ્ધાને હડફેટે લેતાં મોત

અણીયારી ગામે રેસ લગાવતા બે બાઈકમાંથી એકે વૃદ્ધાને હડફેટે લેતાં મોત

નંબર પ્લેટ વગરના બે મોટરસાયકલ સવાર ફુલ સ્પીડમાં રેસ લગાવતા અકસ્માત સર્જાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના અણીયારી ગામે પટેલ સમાજની વાડી પાસે બે મોટરસાયકલ ચાલકો રેસ લગાવી પૂરઝડપે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન યામાહા R-15ના ચાલકે પોતાના વાહન ઉપર કાબૂ ગુમાવી રોડ સાઈડમાં ઉભેલા ૬૮ વર્ષીય વૃદ્ધા ગીતાબેન બાવરવાને હડફેટે લેતાં ગંભીર ઇજાઓના કારણે તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી બન્ને બાઈક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અકસ્માત અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે તા. ૨૨ ઓગસ્ટના બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં અણીયારી ચોકડી તરફથી નંબર પ્લેટ વગરના બે મોટરસાયકલ ચાલકો એકબીજા સાથે રેસ લગાવી ફુલ સ્પીડમાં આવી રહ્યા હતા. આ દરમિયાન યામાહા R-15ના ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા ગીતાબેન કલ્યાણજીભાઈ બાવરવા ઉવ.૬૮ રહે. અણીયારી તા.જી. મોરબી વાળાને હડફેટે લીધા હતા.

અકસમાતમાં ગીતાબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતકના પુત્ર હર્ષદભાઈ કલ્યાણજીભાઈ બાવરવાએ નોંધાવેલી ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે યામાહા R-15ના ચાલક તથા બીજા અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!