Tuesday, November 26, 2024
HomeGujaratહળવદનાં દેવળીયા નજીક પેટ્રોલ પંપમાંથી કર્મચારી રૂ. ૧૦ લાખ લઈ થયો ફરાર,...

હળવદનાં દેવળીયા નજીક પેટ્રોલ પંપમાંથી કર્મચારી રૂ. ૧૦ લાખ લઈ થયો ફરાર, છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

જાણવા મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કાન્તીલાલ અમરશીભાઇ અઘારા (ઉ.વ.૫૭) એ આરોપી ગોવિંદભાઇ મગનભાઇ રબારી (રહે.ધ્રેચાણ તા.સુઇગામ જી.બનાસકાંઠા હાલ રહે.નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમ તા.હળવદ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૨૨ ના રોજ નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમમાં ફરીયાદીને આરોપીએ વિશ્વાસમાં લઇ ફરીયાદીના રૂ.૧૦ લાખ પોતાના પેટ્રોલપંપના રસોડાની ઓરડીમા આવેલ શેટીના ખાનામા રાખવાનુ જણાવી ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી પેટ્રોલપંપના રસોડામા આવેલ શેટીના ખાનામા રૂ.૧૦ લાખ રાખેલ જે લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!