Saturday, April 20, 2024
HomeGujaratમોરબી માંથી વધુ બે બાઇક ની ચોરી

મોરબી માંથી વધુ બે બાઇક ની ચોરી

મોરબી માં બાઇક ચોરી ના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે જેમાં આજે વધુ બે બાઇક ની ચોરી થયાની ફરિયાદ નોંધાય છે .

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ના શોભેશ્વર રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા નાનુભાઈ ચોડાભાઈ ધામેચા નું હીરો કંપની નું કાળા કલર નું રજી નં. GJ 36 M 8259 નમ્બર નું સ્પ્લેન્ડર મોટરસાઇકલ આજ થી 15 દિવસ પહેલા 14 જાન્યુઆરી રોજ જાંબુડિયા ઘર ના ફળિયા માં પાર્ક કરેલ હતું જ્યાંથી બાઇક ચોરી થયું હતું જે બાબતે ફરિયાદી એ જાત તપાસ કરી હતી પરંતુ આજ દિવસ સુધી બાઇક નો પતો ન લાગતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી .

જ્યારે બાઇક ચોરી ના બીજા બનાવ માં જૂની સમર્પણ હૉસ્પિટલ પાછળ,વીપુલનગર મોરબી-૨ માં રહેતાં મુકેશભાઈ ગોવિંદભાઇ સોલંકી નુ હીરો સ્પ્લેન્ડર બાઇક રજી.નં. GJ 36 J 0095 તેઓના ઘર પાસેથી ચોરી થઈ ગયુ હતુ જે બાબતે વાહન ના માલિક દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!