મોરબીમાં વસતા અને ટાઈલ્સનાં ધંધા સાથે સંકળાયેલા મીતભાઈ ભાલોડીયા નામનાં યુવાનો આજરોજ જન્મદિવસ છે. તેમણે આજે ૨૧ વર્ષ પુર્ણ કરી ૨૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરતાં છેવાડાનાં અંતરીયાળ વિસ્તારનાં ગરીબ બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમનાં જન્મદિવસ નિમિત્તે પરિવારજનો તથા મિત્રવર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.