પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી સ્થળ પરથી પીવાનો ગરમ દેશી દારૂ લીટર ૦૫ (કિ.રૂ.૧૦૦/-), ઠંડો દેશી દારૂ લીટર ૧૦૦ (કી.રૂ.૨૦૦૦/-), ગરમ આથો લીટર ૪૦૦ (કિ.રૂ.૮૦૦/-), ઠંડો આથો લીટર ૬૦૦ (કિ.રૂ.૧૨૦૦/-) તથા ભઠ્ઠી ગાળવાના સાધનો કિ.રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૩૭૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમ્યાન આ ભઠ્ઠી ચલાવતો આરોપી વીજયભાઇ ભુપતભાઇ મકવાણા હાજર ન મળી આવતાં પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે