Thursday, November 19, 2026
HomeGujaratઅરેરાટી:મોરબીમાં શક્તિચોક વિસ્તારમાં આવેલ માઁ આધ્યશક્તિ મંદિરના પટાંગણમાં નોનવેજ અવશેષો મળી આવતા...

અરેરાટી:મોરબીમાં શક્તિચોક વિસ્તારમાં આવેલ માઁ આધ્યશક્તિ મંદિરના પટાંગણમાં નોનવેજ અવશેષો મળી આવતા હિન્દુ સમાજમાં ભારે રોષ

“ગરીબો ના ઝુંપડા હટાવવા ફોજદારી કાર્યવાહીની ધમકી આપનારા કમિશ્નર ના હાથ અહીંયા કેમ ટૂંકા પડે છે જ્યાં લાયસન્સ વગર માંસ મટન ની દુકાનો છડેચોક ધમધમે છે,મોરબીના લોકોએ ચૂંટેલા અને પ્રથમ નાગરિક એવા મેયર પણ આ બાબતે ચૂપ !!!”

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શક્તિચોક વિસ્તારમાં આવેલ માઁ આધ્યશક્તિ મંદિરના પટાંગણમાં આજ રોજ માંસના ટુકડાઓના અવશેષો મળી આવતા સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. પવિત્ર ધાર્મિક સ્થળના પટાંગણમાં આ પ્રકારે માંસના અવશેષો નાખવામાં આવવાની ઘટના અત્યંત ગંભીર અને નિંદનીય છે. પ્રાથમિક દૃષ્ટિએ આ અવશેષો ઇરાદાપૂર્વક નાખવામાં આવ્યા હોવાની આશંકા છે, જેની તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી છે તેમ હિન્દુ સંગઠનની યાદીમાં જણાવ્યું છે.

એક તરફ મહાનગરપાલિકા દ્વારા માંસ મટન ની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ હોવાની વાત કરવામાં આવે છે, (ઓન પેપર મનપા વિસ્તારમાં એક પણ દુકાન , કતલખાનું નથી) તો બીજી તરફ હિન્દુ સમાજ મહાનગરપાલિકાને સીધો સવાલ કરે છે કે જો ખરેખર માંસની દુકાનો અને કતલખાનાઓ બંધ છે, તો આ માંસના ટુકડાઓ ક્યાંથી આવ્યા? ક્યાં કાપવામાં આવ્યા અને ક્યાંથી વધારીને મંદિરના પટાંગણ સુધી પહોંચાડવામાં આવ્યા?આવી ઘટનાઓને કારણે મંદિરની આસપાસ રહેતા હિન્દુ સમાજના પરિવારો પણ ભારે ત્રાસ અને માનસિક વ્યથાનો સામનો કરી રહ્યા છે. ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

હિન્દુ સમાજની લાગણી અને ધાર્મિક આસ્થાનું સન્માન જળવાય તે વહીવટી તંત્રની જવાબદારી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ, સર્વે હિન્દુ સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર માંગણી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!