Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા ગામે સરપંચ સાથે ફરવા મામલે પતિ પત્ની સહિત ત્રણ પર...

વાંકાનેરના રાતાવીરડા ગામે સરપંચ સાથે ફરવા મામલે પતિ પત્ની સહિત ત્રણ પર હુમલો: ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરના રાતાવીરડા ગામે સરપંચ સાથે ફરતા હોઈ જેનો ખાર રાખી બે મહિલા સહિત ત્રણ વ્યકિતઓને ચાર વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા ના રાતાવીરડા ગામે રહેતા ફૂલીબેન સંધાભાઈ ઉકેડિયા એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ સંધાભાઈ મગનભાઈ ઉકેડિયા ગામના સરપંચ સાથે ફરતા હોઈ જે આ કામના આરોપી હીરાભાઈ ભીમાંભાઈ કુણપરા,જોની નાનજીભાઈ કુણપરા, સંજય મનસુખભાઇ કુણપરા,સવશી જાદુભાઈ કુણપરા (રહે તમામ રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી)વાળાને સારું ન લાગતા આ બાબતનો ખાર રાખી ફરિયાદીના પતિ સંધાભાઈ તથા ફરિયાદી તથા સાહેદ કૈલાશબેન ને ભૂંડાબોલી ગાળો આપી ઢિકા પાટું નો માર મારી મૂંઢ ઇજા કરી હતી ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!