Saturday, December 28, 2024
HomeGujaratવાંકાનેર માર્કેટ યાર્ડમાં આવતી કાલથી હરરાજી શરૂ

વાંકાનેર માર્કેટ યાર્ડમાં આવતી કાલથી હરરાજી શરૂ

મોરબી સહિત રાજ્યમાં આજથી આંશિક છુટછાટ આપવામાં આવી હોય બજારો ફરી ધમધમતી થઈ છે ત્યારે વાંકાનેર માર્કેટ યાર્ડમાં પણ આવતી કાલથી જણસીની હરરાજી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર માર્કેટ યાર્ડનાં સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે કે આજે તા. ૨૧ને બપોરે ૨:૦૦ વાગ્યાથી યાર્ડમાં જણસીની ઉતરાય ચાલું કરવામાં આવી છે અને આવતીકાલ તા. ૨૨થી આ જણસીની હરરાજી શરૂ કરવામાં આવશે જેની યાર્ડ સાથે સંકળાયેલા દરેક વેપારીઓ, દલાલભાઈઓ, મજુરોએ નોંધ લઈ હાજર રહેવું તથા યાર્ડમાં આવતા દરેક વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે તેમજ ગેટ પર રાખેલ સેનેટાઈઝર નો ઉપયોગ કર્યા બાદ જ યાર્ડમાં પ્રવેશ કરવો તથા સોશિયલ ડિસ્ટન્સનુ઼ પાલન કરવાનું રહેશે. માર્કેટ યાર્ડનું કામકાજ સવારનાં ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલુ રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!