Thursday, April 25, 2024
HomeGujaratહળવદના સામંતસર તળાવમાં બાળક ડૂબ્યો:શોધખોળ શરૂ

હળવદના સામંતસર તળાવમાં બાળક ડૂબ્યો:શોધખોળ શરૂ

હળવદમાં આવેલ સામંતસર તળાવ પાસે આજે રવિવાર હોવાથી બપોરના સમયે પાંચ મિત્રો નહાવા માટે આવ્યા હતા તે સમયે રમતા રમતા પાણીમાં દડો લેવા જતા સિદ્ધાર્થ દિનેશભાઈ પ્રજાપતિ નામનો બાર વર્ષીય બાળક કોઈ કારણોસર અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને પગલે સાથે આવેલા મિત્રોએ ઘરે જઈને સિધ્ધાર્થ ના ઘરે જાણ કરતા પરિવાર જનો સામંતસર તળાવ ખાતે દોડી આવ્યા હતા તથા નગરપાલિકાના કારોબારી ચેરમેન ને પણ આ બનાવની જાણ થતાં તાત્કાલિક હળવદ નગરપાલિકાની ફાયર ફાઈટર ટિમને બોલાવી હતી.આ બનાવને પગલે હળવદ પોલીસ અને હળવદ નગરપાલિકાનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ફાયર ફાઈટર ના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ મદદથી બાળક ની શોધખોળ શરૂ કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!