મહાશિવરાત્રી મેળા દરમિયાન થયેલ બાઇક ચોરી મામલે ત્રણ માસ બાદ ફરિયાદ નોંધાઈ.
મોરબીના રફાળેશ્વર ગામે ઓમ એન્જીનીયરીંગ કંપની બહાર પાર્ક કરાયેલ હીરો કંપનીનું બાઇક અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા અંગે ત્રણ માસ બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાશિવરાત્રી મેળા દરમિયાન કંપની બહાર પાર્ક કરાયેલ બાઇક ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગૌતમભાઈ વજુભાઇ વામજા ઉવ.૨૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ફરિયાદીના ભાઈ રજનીભાઇ હીરો કંપનીનું પોલીસ પટ્ટા વાળુ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એબી-૬૦૬૬ લઈને ઓમ એન્જીનીયરીંગ કંપની ખાતે મજૂરી કામે ગયા હતા અને તેમણે ઉપરોક્ત બાઇક કંપની બહાર પાર્ક કર્યું હતું. જે બાદ રાત્રે કામ પૂર્ણ થયા બાદ ઘરે પરત જવા કંપની બહાર નીકળતા બાઇક જોવા મળ્યું ન હોય જેથી પરિવારજનો અને મિત્રો દ્વારા ઘણી શોધખોળ છતાં બાઇક મળી આવેલ ન હોય ત્યારે અલગ અલગ સમયે બે વખત ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ આખરે ત્રણ માસ બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






