Saturday, November 23, 2024
HomeGujaratમોરબીમાં ભાજપની જીત થઈ છે જેમાં ભારે રસાકસી બાદ ભાજપની જીત નિશ્ચિત...

મોરબીમાં ભાજપની જીત થઈ છે જેમાં ભારે રસાકસી બાદ ભાજપની જીત નિશ્ચિત થઈ છે

અપક્ષના 12 હજાર મત કોંગ્રેસ માટે હારનું કારણ બની : બ્રિજેશ મેરજાએ આ જીતને તેને ગદાર કહેતા કોંગ્રેસીઓના ગાલ પર તમાચો હોવાનું જણાવ્યું

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજે વહેલી સવારથી આઈટીઆઈ ખાતે મતગણતરી ચાલુ કરવામાં આવી હતી જેમાં 12 ઉમેદવાર નું ભાવિ વિવિપેટ માં કેદ હતું જેના પર આજે પૂર્ણવિરામ આવી ગયું છે ત્યારે412 મતદાન મથક પર 1 લાખ 42 હજારથી વધુને મતદાન ગત તા 3 ના રોજ થયું હતું અને આજે કોવિડ 19 ગાઈડલાઈન અનુસાર તેની મતગણતરી હતી આ મતગણતરી આજે વ્હેલી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી જુદા જુદા બે બ્લોક માં 35 રાઉન્ડમાં મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભારે રસાકસી બાદ આજે મોરબી બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હતો અને આ લખાય છે ત્યારે 34 રાઉન્ડમાં ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે જેમાં બ્રિજેશ મેરજાની આશરે 4300 મતે વિજય થયો છે જેમાં બ્રિજેશ મેરજાને હાલ 63450 મત મળ્યા હતા જ્યારે જ્યંતી ભાઈને 58446 મત મળ્યા હતા જો કે આમાં અપક્ષ ની રણનીતી કામ કરી ગઈ હતી જેમાં અપક્ષ માં રહેલા અન્ય 12 ઉમેદવાર 12 હજાર જેટલા મતો લઈ ગયા હતા અને કયાંક ને ક્યાંક આ મત જ કોંગ્રેસ માટે હારનું કારણ બન્યા છે ત્યારે આ અજિત બ્રિજેશ મેરજાએ તેને ગદાર કહેતા કોંગ્રેસ ના ગાલ પર તમાચો હોવાનું પણ જણાવ્યું હતું અને આગામી સમયમાં મોરબીના વિકાસ માટે તમામ ઘટતું કરવા નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!