Saturday, April 25, 2026
HomeGujaratહડમતીયા ગામે જૂના ઝઘડાનો ખાર રાખી યુવકની કારના કાચ તોડી જાનથી મારી...

હડમતીયા ગામે જૂના ઝઘડાનો ખાર રાખી યુવકની કારના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રહેતા અને ટંકારાના હડમતીયા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલ યુવકે પોતાની સ્કોર્પિયો કાર પાર્ક કરી હતી ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી આવેલ બે શખ્સોએ સ્કોર્પિયો કારમાં ધોકા મારી તોડફોડ કરી અંદાજે રૂ.૩૦ હજારનું નુકસાન કર્યું હતું, અને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, ફરિયાદી સાગરભાઈ નરેન્દ્રભાઈ ચાવડા ઉવ.૨૮ હાલ રહે. રેલ્વે સ્ટેશનની બાજુમાં લાયન્સનગર મોરબી મૂળ કોઠારીયા તા.વાંકાનેર વાળાને આરોપી પારસ ઉર્ફે સુલતાન વાઘેલા સાથે ત્રણ ચાર દિવસ પહેલા સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેનો ખાર રાખી ગત તા.૨૦/૦૪ના રોજ ફરિયાદી સાગરભાઈ ટંકારા તાલુકાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગે ગયેલા હતા. તે દરમિયાન આરોપી પારસ ઉર્ફે સુલતાન વાધેલા રહે.રફાળેશ્વર ગામ તથા વી.એમ.દાફડા રહે. લીલાપર ગામ વાળાએ ત્યાં રાત્રી દરમિયાન આવી ફરિયાદીની સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૩૬-એપી-૫૫૫૭માં ધોકા મારી આગળ-પાછળ અને સાઈડના કાચ તોડી નાખ્યા હતા. જે બાદ આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને સ્થળ પરથી નાસી ગયા હતા. કારમાં બેસી ભાગી ગયા હતા. હાલ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!