મોરબી તાલુકાના પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી તીનપત્તિનો જુગાર રમતા પાંચ મહિલા સહિત કુલ ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂ.૬૩,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના પીપળી ગામે આવેલી અમરનાથ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તિનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા રાજેશભાઈ સુખરામભાઈ સોનારથી રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ મોરબી, રીનાબેન કેયુરભાઈ ઉકાણી રહે. શિવાલિક ટી.કે. હોટલ પાસે એપાર્ટમેન્ટ મોરબી-૨, શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા રહે. પીપળી ગામ મોરબી, કાજલબેન બુધાભાઈ નોવરાટીયા રહે. રોયલ પાર્ક મહેન્દ્રનગર મોરબી, કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઈ અઘારા રહે. પીપળી ગામ મોરબી તથા અસ્મીતાબેન સવજીભાઈ ડાભી રહે. પીપળી ગામ વાળાને રોકડ રૂ.૬૩,૧૦૦/- સહિતના મુદાનલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






