Friday, December 27, 2024
HomeGujaratહળવદ યુવા ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ...

હળવદ યુવા ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરી અને પુષ્પ હાર કરી પૂજન કરાયું

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા ગુજરાત ભરમાં મહાપુરુષોની પ્રતિમાની ગરિમા જળવાઈ તેવા શુભ આશયથી મહાપુરુષોની પ્રતિમાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત હળવદ યુવા ભાજપ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ અાંબેડકરની પ્રતિમા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ડૉ.બાબા સાહેબની પ્રતિમા પર દૂધ અને સ્વચ્છ પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો સાથે પુષ્પ હારથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે , તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરીયા , મોહનભાઇ પરમાર , મેહુલભાઈ પટેલ , ગીરીશભાઈ પરમાર , વી.કે.મકવાણા , અશોકભાઈ પ્રજાપતિ , રવિભાઈ પટેલ , હરીશભાઈ ઝાલા , જતીનભાઈ રાવલ , હસમુખભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિકાસ કુરિયા, મૌલેશ મહેતા, મહેશ કોપણીયા, વિપુલ સગર, હરેશ એરવાડિયા, કુલદીપ રાજપૂત સહિત યુવા ભાજપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!