Friday, April 26, 2024
HomeGujaratટ્ર્ક ચાલકની બેદરકારીને કારણે એસ.ટી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

ટ્ર્ક ચાલકની બેદરકારીને કારણે એસ.ટી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે ટ્ર્ક ચાલકની બેદરકારીનાં કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી બસ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ હતી. જેને કારણે બસમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હરિપર ગામનાં પાટીયા પાસે GJ-12-BX-8550 નંબરના ટ્રકના ચાલકે પોતાનું ટ્રક કોઇપણ જાતની આડસ રાખ્યા વગર કે સાઇડસિગ્નલ કે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વીના રોડ સાઈડમાં લોકોને અડચણરૂપ થાય તેવી રીતે રાખી લોકોની જિંદગીને જોખમે મૂકી હતી. ત્યારે ટ્રક ચાલકની આ બેદરકારીને કારણે GJ-18-Z-7730 નંબરની એસ.ટી બસ બંધ ટ્ર્ક સાથે અથડાઈ હતી. જેને કારણે બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે અંગે સચીન પ્રવિણભાઇ ટીલાવત નામના મજૂરી કામ કરતા યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!