Wednesday, May 20, 2026
HomeGujaratશ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ...

શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીની વરણી

મોરબી ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતની જિલ્લા બેઠક યોજાઈ હતી, જેમાં પત્રકાર સુરેશગીરી બાબુગીરી ગોસ્વામીની મોરબી શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન મોરબી જિલ્લો અને તાલુકા સ્તરે વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી તેમજ આગામી 24 મેના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર મહાસંમેલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી અતિથિ ગૃહ બહાદુર વિલા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠક શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ડૉ. મનીષગીરી ગોસ્વામીના પ્રમુખસ્થાને મળી હતી. મોરબી જિલ્લાના ટ્રસ્ટી રતિગીરી કેશવગીરી ગોસાઈ તથા મહંત ગુલાબગીરી ઘેલુંગીરી ગોસાઈના આયોજન હેઠળ યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મુકેશગીરી હીરાગીરી ગોસ્વામી (ટંકારા), જિલ્લા ઉપપ્રમુખ તરીકે મહિપતપૂરી શાંતુપુરી ગોસ્વામી, મોરબી શહેર પ્રમુખ તરીકે સુરેશગીરી બાબુગીરી ગોસ્વામી (પત્રકાર), ટંકારા તાલુકા પ્રમુખ તરીકે જીગ્નેશવન રામવન ગોસ્વામી, માળીયા તાલુકા પ્રમુખ તરીકે હરેશભારતી હસમુખભારતી ગોસ્વામી, માળીયા તાલુકા ઉપપ્રમુખ તરીકે મયુરગીરી ધીરજગીરી ગોસ્વામી તથા તાલુકા મંત્રી તરીકે મનુગીરી છગનગીરી ગોસ્વામીની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાન તેજસગીરી મગનગીરી, મહેશભારતી (નિવૃત્ત PSI), જીતેન્દ્રગીરી મનહરગીરી ગોસ્વામી, અલ્પેશગીરી પરસોતમગીરી ગોસ્વામી સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનાર મહાસંમેલનમાં મોરબી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં સમાજજનો જોડાશે તેવી આશા વ્યક્ત કરી નવી નિમણૂક પામેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!