મોરબીના કાલિકા પ્લોટમાં ગત મોડી રાત્રે અગાઉ થયેલ માથાકુટનું મનદુઃખ રાખી સાત શખ્સોએ એક યુવાન પર હિંચકારો હુમલો કર્યો હતો જેમાં ભોગબનનાર ના પત્ની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત મુજબ મોરબીના કાલિકાપ્લોટમાં રહેતા રહીમભાઇ સંધીને અગાઉ તે જ વિસ્તારમાં રહેતા લોકો સામે માથાકૂટ થયેલ હતી જે બાબતનો દ્વેશ રાખી ગતમોડી રાત્રીના રહીમભાઈ પર કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાત શખ્સો હાર્દિક દીપકભાઈ ગોહેલ,ડેનિશ કિશોરભાઈ કથરેચા,રોહિત જીવણભાઈ બાવાજી, આરીફ ઇકબાલ હાલાણી, શાહીલ ઉર્ફે સવો ઇરફાન કરીમ પારેડી અને રવિ ઉર્ફે બુચીયો દ્વારા એક સંપ કરી રાહીમભાઈ પર લાકડી ધોકા અને છરી જેવા હથિયારો સાથે તૂટી પડીને હત્યા નિપજાવવાની કોશીશ કરી હતી જેમાં આ હુમલામાં રહીમભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં આ હુમલાનો ભોગ બનનાર રહીમભાઈના પત્ની રેશમાબેન દ્વારા ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા અને ભોગબનનારના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.