Friday, December 27, 2024
HomeGujaratમાળીયા હળવદ હાઈવે ઉપર એગ્રી કલ્ચર કારખાનાની બાંધકામ સાઈટ પરથી ૬૦૦ કિલો...

માળીયા હળવદ હાઈવે ઉપર એગ્રી કલ્ચર કારખાનાની બાંધકામ સાઈટ પરથી ૬૦૦ કિલો લોખંડની ચોરી, ફરિયાદ નોંધાઈ

હળવદ : ચોરીના આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ કણબીપરા વિસ્તારમાં રહેતા અતુલભાઇ પરષોતમભાઇ જામરીયા (ઉ.વ.૩૧) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ માળીયા હળવદ હાઇવે રોડ આઇસર ટ્રેકટરના શોરૂમ સામે આવેલ ફરીયાદીના એગ્રી કલ્ચર કારખાનાનું કામ ચાલુ હોવાથી આ કામ માટે લોખંડનો સમાન લાવીને ખુલ્લામાં રાખ્યો હતો.આથી અજાણ્યા શખ્સોએ કારખાનાના કામ માટે લાવેલ લોખડમાથી ૧૦ એમ.એમ. ની ભારી નંગ-૫ તથા ૧૨ એમ.એમ. ની ભારી નંગ -૫ મળી કુલ ૧૦ ભારી જે લોખંડ નું વજન આશરે ૬૦૦ કિલો જેની કુલ કિંમત રૂપીયા ૩૬,૨૦૦/- ના મુદામાલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. હળવદ પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!