પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લજાઈ ગામના હરિસિંહ રમુભા ઝાલા (ઉ.વ.૫૮) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને હેમંતસિંહ અગરસિંહ ઝાલા સાથે ખેતરમાંથી ટ્રક કાઢવા બાબતે ત્રણ ચાર વર્ષ પૂર્વે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી હરિસિંહ ઝાલા આરોપીના ઘર પાસેથી પસાર થતા હોય ત્યારે આરોપી હેમંતસિંહ અગરસિંહ ઝાલા, યશપાલસિંહ અગરસિંહ ઝાલા અને એક અજાણ્યો ઇસમ રહે બધા લજાઈ તા. ટંકારા વાળાએ ગાળો આપી જાપટો મારી મુંઢ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી,ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.