મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી ખાતે રહેતા યુવાન પાસેથી માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા યુવાને ખર્ચના રૂપિયા માંગ્યા હતા આ બાબતે બને વચ્ચે માથાકૂટ થયા બાદ આરોપીએ છરીના આડેધડ ઘા ઝીંકી યુવાનનું કાસણ કાઢી નાખ્યું હતું.
મોરબીના રામદેવનગર મેઇન રોડ સો-ઓરડી ખાતે રહેતા પ્રદીપ કાળુભાઈ મકવાણા નામના યુવાન પાસે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા કેવલદાન નટવરદાન રાબડીયાએ ખિસ્સા ખર્ચી માંગ્યા હતા પરંતુ પ્રદીપ પાસે રૂપિયા ન હોવાથી તેમણે કેવલદાનને રૂપિયા આપ્યા ન હતા આથી બને વચ્ચે ઝઘડો ચાલતો હતો આ દરમિયાન કેવલે પ્રદીપને પોતાના ઘરે બોલાવી માથાકૂટ કરી ગાળો આપતા પ્રદીપે ગાળો નહિ આપવાનું કહ્યું હતું જેથી ઉશ્કેરાઇ ગયેલા કેવલે પ્રદીપ પર છરી વડે હુમલો કરી આડેધડ ઘા મારી લોહીલુહાણ હાલત કરી હતી.
આ ઘટનાની જાણ થતાં પ્રદીપભાઈને સારવાર અર્થે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોડીરાત્રે પ્રદીપભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર થવા પામ્યું હતું. પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી છે.