મોરબીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કુલ 18 કેસ નોંધાયા છે. જેમાંથી 17 કેસ તો ખાલી મોરબી શહેરમાં જ નોંધાયા છે. જ્યારે હળવદમાં 1 કેસ મળી કુલ 18 કેસ નોંધાયા છે. જે બાદ હવે મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો 38 પર પહોચ્યો છે. ત્યારે કોરોનાનાં વધતા કેસો તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. જેને લઇ હવે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજે 671 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.