મોરબી સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. હાલ કોરોના ધીમો પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ખતરો હજી ટળ્યો નથી ત્યારે કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવાની તકેદારીના ભાગરૂપે મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાત્રીના સમયે મોરબીમાં છ અલગ-અલગ સ્થળોએ RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગેંડા સર્કલે mphw ગોસાઈ અક્ષયગિરી, ગોસાઈ વિજયગીરી તથા મહેન્દ્ર બારીયા એ રાત્રે RTPCR સેમ્પલ કલેક્ટ કરેલ હતા. જેની તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા દ્વારા નોંધ લેવામાં આવી હતી.