Wednesday, August 19, 2026
HomeGujaratટંકારા: ઘુનડા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો: એક જ રાતમાં ૩૪૦ ફૂટ કોપર...

ટંકારા: ઘુનડા ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો: એક જ રાતમાં ૩૪૦ ફૂટ કોપર વાયરની ચોરી

પાંચ ખેડૂતોની વાડીઓમાંથી પિયતની ઇલેક્ટ્રિક મોટરના કેબલ કાપી અજાણ્યા તસ્કરો ફરાર.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ઘુનડા(સજનપર) ગામની સીમમાં ચોરોએ એક જ રાતમાં પાંચ ખેડૂતોની વાડીઓમાં રહેલા પિયત માટેના ઇલેક્ટ્રિક મોટરના પટ્ટી કેબલ કાપી કુલ ૩૪૦ ફૂટ કોપર વાયર ચોરી કરી લઈ ગયા અંગે ટંકારા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોપર વાયરની ચોરી અંગે નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદી રમેશભાઈ ચતુરભાઈ ફુલતરીયા ઉવ.૫૮ રહે. ઘુનડા(સજનપર) તા. ટંકારા વાળાની ફરિયાદ મુજબ, ઘુનડા ગામની સીમમાં અદેપરના માર્ગે તેમની સહિત અન્ય ખેડૂતોની વાડીઓ આવેલી છે. વાડીઓમાં તળાવમાંથી પાણી ખેંચવા ઇલેક્ટ્રિક મોટર મૂકવામાં આવી છે. ત્યારે ગત તા. ૧૫/૦૮ની રાત્રે અજાણ્યા ચોરોએ પાંચ ખેડૂતોની વાડીઓમાંથી મોટરના પટ્ટી કેબલનો કોપર વાયર કાપી ચોરી કરી લઈ ગયા હતા. જેમાં રમેશભાઈની વાડીમાંથી ૫૦ ફૂટ, રાજેશભાઈ બરાસરાની વાડીમાંથી ૭૦ ફૂટ, હરજીભાઈ ડઢાણીયાની વાડીમાંથી ૮૦ ફૂટ, ગોવિંદભાઈ ડાભીની વાડીમાંથી ૧૨૦ ફૂટ અને ધનજીભાઈ સવસાણીની વાડીમાંથી ૨૦ ફૂટ મળી કુલ ૩૪૦ ફૂટ કોપર વાયરનું વજન ૪૦ કિલો જેની કુલ કિ.રૂ.૧૨,૦૦૦/-ની ચોરી થઈ હતી. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!