Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાંથી રહેણાંકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી રહેણાંકમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વીસીપરાના કુલીનગરમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૬૮ બોટલ તથા બિયરના ૯૬ નંગ ટીન સહીત રૂ.૨૫,૭૩૫/-no મુદામાલ કબ્જે લીધો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાં કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમને બાતમી મળેલ હતી કે વીસીપરા કુલીનગર-૨ માં લાલો રસુલભાઈ જેડા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મળેલ બાતમીને આધારે કુલીનગર-૨ માં રેઇડ કરતા રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૬૮ નંગ બોટલ રૂ. ૧૬,૧૩૬/-તથા બિયરના ૯૬ નંગ ટીન રૂ.૯,૬૦૦/- એમ કુલ મળી કિ.રૂ.૨૫,૭૩૫/-નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. બીજીબાજુ ક્રાઇમ બ્રાંચની રેઇડ દરમિયાન આરોપી લાલો રસુલભાઇ જેડા રહે.મોરબી વીશીપરા કુલીનગર-ર સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધાવી આરોપીને પકડવા શોધખોળ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!