Saturday, May 16, 2026
HomeGujaratમોરબીમાં ૧૮-૧૯ મેના રોજ ‘સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ’ સમારોહ યોજાશે

મોરબીમાં ૧૮-૧૯ મેના રોજ ‘સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ’ સમારોહ યોજાશે

મોરબી ખાતે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૮ અને ૧૯ મેના રોજ “સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ” વિષયક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રેરણાદાયક પ્રવચનો તથા આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શ્રી કન્યા છાત્રાલય ખાતે આગામી તા.૧૮ અને ૧૯ મે ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે “સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ” વિષય પર ભવ્ય સમારોહ યોજાનાર છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ-મોરબી તથા ઉમા સંસ્કારધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન સ્ત્રીઓના સંસ્કાર, પરિવાર અને સમાજ નિર્માણમાં તેમની અગત્યની ભૂમિકા તેમજ આધ્યાત્મિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિનીદીદીના પ્રેરણાદાયક પ્રવચનો યોજાશે.

આ તકે આયોજક સંસ્થાઓ દ્વારા સમાજના તમામ લોકો તથા મહિલાઓને સપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!