Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ચાર સ્થળે ઈવીએમમાં ખામી સર્જાય

મોરબી જિલ્લામાં ચાર સ્થળે ઈવીએમમાં ખામી સર્જાય

મોરબી નગરપાલિકા વોર્ડ નં. ૧૦માં તથા જિલ્લા પંચાયતની રાતીદેવડી, ખાખરેચી અને હળવદ તાલુકા પંચાયતની નવા દેવળીયા બેઠકમાં ટેક્નિકલ ખામી સર્જાય

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં સવારે જુદા-જુદા ચાર સ્થળોએ ટેક્નિકલ ખામીને કારણ ઈવીએમ મશીનના બીયુ, સીયુ બદલવા પડ્યા હતાં. ટેક્નિકલ કારણોસર ઈવીએમ ખોટકાતા ચૂંટણી સ્ટાફને દોડધામ થઈ પડી હતી.

ચૂંટણીતંત્રના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10માં મતદાન મથક નંબર 3 ઉપર ઇવીએમનું બેલેટ યુનિટની સ્વીચ ખરાબ થઇ જતા 8.25 કલાકે મતદાન રોકાઈ ગયું હતું અને બાદમાં 10 મિનિટમાં નવું બેલેટ યુનિટ મૂકી પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

બપોરના સમયે વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકમાં કોઠારીયા મતદાન મથકના બી.યુ.યુનિટમાં લીકેજ એરર આવતા બેલેટ યુનિટ બદલવું પડ્યું હતું તો મોરબી જિલ્લા પંચાયતની ખાખરેચી બેઠકમાં પણ ખીરઈ મતદાન મથકમાં બેલેટ યુનિટમાં ખામી સર્જાય હતી.

આ ઉપરાંત હળવદ તાલુકા પંચાયતની નવા દેવળીયા બેઠક ઉપર નવા દેવળીયા બુથ નંબર-૨ ના ઇવીએમની બેટરી લો થઈ જતા ઈવીએમ બદલવું પડ્યું હતું અને ઈવીએમ બદલાવવાની કામગીરી પાછળ બપોરે 12.05થી 12.40 સુધી 35 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા અટકી પડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!