Wednesday, April 24, 2024
HomeGujaratટંકારાનાં હડમતીયા રોડ પર તળાવમાં નહાવા ગયેલ શ્રમિકનું ડૂબી જતા મોત

ટંકારાનાં હડમતીયા રોડ પર તળાવમાં નહાવા ગયેલ શ્રમિકનું ડૂબી જતા મોત

મોરબીમાં વધુ એક અકાળે મોતની ઘટના સામે આવી છે. જેમાં ટંકારના ઘુટીયા ગામમાં ટંકારા હડમતીયા રોડ પાર આવેલા કાંતીલાલ વાઘજીભાઇ રંગપરીયાની વાડીએ રહેતા વિજય શૈલેષભાઇ ડામોર ગઈકાલે વાડીની નજીક આવેલ તળાવ (પાણીના ખાડામા) નહાવા ગયા હતા. જ્યાં કોઈ કારણસર ડુબી જતા સ્થાનિકો દ્વારા તેમને બહાર કાઢી સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ ટંકારા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!