ટંકારા તાલુકાની વિવિધ પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) ની મુલાકાત લઈ ખાતરના સ્ટોક અને વિતરણની ચકાસણી તેમજ PACS કોમ્પ્યુટરાઈઝેશન અને વિવિધ રેકર્ડની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત લખધીરગઢ મંડળીની મુલાકાત કરી મંડળીની પાણી સમિતિની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
શ્રી લખધીરગઢ સેવા સહકારી મંડળી લિમિટેડ ખાતે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડી.આર. પટેલ, વાસમો તથા ટંકારા મામલતદાર પિ એન ગોર સહિતના અધિકારીઓ એ મુલાકાત દરમિયાન મંડળીની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત વાસમો અને ખેતીવાડી ની પણ મુલાકાત જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી હતી મંડળી ના પ્રમુખ જગદીશ પનારા એ ગામડાની મુલાકાત લેવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.






