ફરી એક વખત ટંકારા શહેરમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.ટંકારામાં એક જ રાતમાં એકસાથે ચાર મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર અને બાલ કુષ્ણ લાલજી ની હવેલી પાસેના મકાનોમા તસ્કરોએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ માત્ર બંધ મકાનોને નિશાન બનાવ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાસે અહીં આવેલા બે બંધ મકાનોના તાળા તોડી નિશાચરોએ ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
જ્યારે ડેરી નાકા પાસે આવેલ શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજની હવેલી સામેનું એક મકાન તથા તેની નજીક આવેલું અન્ય એક મકાન પણ તસ્કરોનો ભોગ બન્યું હતું.એક મકાનમાંથી ચાંદી અને રોકડ હથ્થે ચડતા ઉઠાવી ગયા હતા , ૩ મકાનમાં ખાલી હાથે ભાગવું પડ્યુ હતું.
આ ચોરીના બનાવમાં તસ્કરોને એક મકાનમાંથી-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરવામાં સફળતા મળી હતી. જ્યારે બાકીના ત્રણ મકાનોમાં ખાંખાખોળા કરવા છતાં કોઈ કિંમતી સામાન ન મળતા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું હતું. ચોરીનો ભોગ બનેલા મકાનમાલિકો પૈકી એક બે રાજકોટ અને એક મોરબી ખાતે રહે છે, જેમને ઘટના અંગે જાણ કરતા તાત્કાલિક ટંકારા પહોચ્યા હતા .શહેરમાં નાઇટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, ત્યાં જ એકસાથે ૪ મકાનોના તાળા તૂટતા સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.






