મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજ મંજુર કરવામાં આવી છે અને જમીનની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત પત્ર પાઠવી આ મેડિકલ કોલેજ તાત્કાલિક શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યું છે કે, તા.૧૪/૧૨/૦૨૦૨૦ ના રોજ મોરબી જીલ્લામાં મેડીકલ કોલેજ બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવેલ. જે મેડીકલ કોલેજ બનાવવા માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવેલ છે. તો કોરોનાની પરિસ્થિતીને તેમજ મોરબી જીલ્લાના ભવિષ્યને ધ્યાનમાં લઇ તાત્કાલીક મેડીકલ કોલેજનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.