હળવદ તાલુકાના રાયસંગપર ગામ નજીક ફૂલ સ્પીડમાં આવી રહેલ ડબલ સવારી મોટર સાયકલ સ્લીપ થતા મોટર સાયકલના ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું , જ્યારે પાછળની સીટમાં બેસેલ યુવકને પેટ, ખંભામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તના પિતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં રોડ ઉપર અકસ્માતના બનાવમાં મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ગત તા.૧૪/૦૪ના રોજ હળવદના મયુરનગર ગામના થોભણભાઈ રામજીભાઈ શિરોયાને પૂછ્યા વગર તેમનું મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એચ-૫૨૮૫ લઈને બળદેવભાઈ મનુભાઈ ડાભી લઈને ફૂલ સ્પીડમાં ડબલ સવારી જઈ રહ્યા હોય તે દરમિયાન હળવદ-રાયસંગપર રોડ ઉપર ઉપરોજત મોટર સાયકલ સ્લીપ થતા મોટર સાયકલ ચાલક બળદેવભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ હાર્દિકભાઈ થોભણભાઈ શિરોયાને પેટ, ખંભામાં અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ હળવદ પોલીસે આરોપી બાઇક ચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









