મોરબી કંડલા હાઈ વે આજે ફરી એક વખત રક્તરંજીત બન્યો છે જેમાં ટિબડીના પાટિયા પાસે કાળમુખા ટ્રકની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
આ ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગત અનુસાર આઇસર ટ્રક વાહન રજી નં-GJ-02-Z-6998ના ચાલકે આડેધડ અને વાયુ વેગે ટ્રક ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટિબડી પાટિયા પાસે રાજ હોટેલની સામે આઇ-સ્માર્ટ સિલ્વર કલરનુ રજી નં- GJ-03-FR-7656 બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બાઈક ચાલક રામજીભાઈ અખાભાઈ ગોહીલ (ઉ.વ.૫૬ રહે. પર્ફેક્ટ પેકની પાછ્ળની બાજુએ તળાવના કાંઠે ટિબડી ગામન પાટિયા પાસે મૂળ કાનપર જિ.કચ્છ) ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેથી તેઓને માથામાં તથા શરીરેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જે જીવલેણ નિવડતા તેનું મોત નિપજયુ હતુ. આ અંગે જાણ થતાં પરિવારજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે.
બીજી તરફ ટ્રક આઈસર રેઢું મૂકી નાશી ગયેલા ચાલક વિરુદ્ધ મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.