મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ઇલેક્ટ્રીક શોક લાગતા 65 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મોરબી તાલુકાના નાગડાવાસ ખાતે રહેતા ગોવિંદભાઇ વીશાભાઇ મિયાત્રા નામના 65 વર્ષીય વૃદ્ધ ગુંગણ
ગામના પાટીયા પાસે ટીશીમા ડીઓ બાધંતા હતા આ દરમિયાન તેઓને એકાએક જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. આથી તેઓને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.