મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશ કૈલાના જણાવ્યા મુજબ ટીંબડી ગામે બાપપાસ રોડ ઉપર આવેલ પાણીના સંપમાંથી મોરબીના મહેન્દ્રનગર, ટીંબડી, પીપળી અને ઘુંટું સહિતના ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ ગામોમાં પાણીની સમસ્યા ઉભી થઇ હોવાની ફરિયાદ મળતા તેઓ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સાથે ટીંબડી ગામે પાણીના સંપના અધિકારીઓને રજુઆત કરી હતી. તેમજ આ ગામોનો પાણીનો પ્રશ્ન તાકિદે હલ કરવા સૂચના આપી હતી. સાથોસાથ તેમણે અધિકારીઓની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી નહિ લેવાઈ તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.