Saturday, December 28, 2024
HomeGujaratમાળીયા(મી)માં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે પક્ષે મારામારી: સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ

માળીયા(મી)માં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે પક્ષે મારામારી: સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ

માળીયા(મી)ના વાગડીયા ઝાપા પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી બે પક્ષે છુટા હાથે મારામારી અને ઈંટો પથ્થરના ઘા થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

કાસમભાઇ હુશેનભાઇ સધવાણી (ઉ.વ –૨૧ રહે – જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર માળીયા મી.) એ આરોપી ઇકબાલભાઇ અલ્યાસભાઇ ભટ્ટી, હૈદરભાઇ કાદરભાઇ ભટી, સિકંદરભાઇ કાસમભાઇ ભટી (રહે.બઘા માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી ઇકબાલભાઇ સાથે એકાદ માસ પહેલા સામાન્ય બોલાચાલી થઇ હતી જે બાબતેનો ખાર રાખી આ તમામ આરોપીઓએ પોતાને તથા સાહેદ સાથે વાણી વિલાસ આચરી સલમાનને ઘોકો ફટકર્યો હતો તથા તાજમંહંમદને ઇટ વડે નાકના ભાગે ઇજા કરી તેમજ ત્રણેય શખ્સોએ ઢીકાપાટુનો મુઢ માર મારી સામાન્ય ઇજા કરી હતી.

સામે પક્ષે સીકદર ભટ્ટીએ આરોપી સલમાનભાઇ હુશેનભાઇ સધવાણી, કાસમભાઇ હુશેનભાઇ સધવાણી, તાજમહમંદ કરીમભાઇ સધવાણી અને સીરજભાઇ કરીમભાઇ સધવાણી (રહે.બઘા વાડા વિસ્તાર માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોધાવી જણાવ્યું કે આરોપીઓએ અગાઉની બોલાચાલીનો ખાર રાખી ધોકા અને સાહેદ ઇકબાલને ઇટ વડે વાસાના ભાગે તેમજ સાહેદ હૈદરભાઇને ઇટ વડે ડાબા પગમા તેમજ વાસાના ભાગે ઘા મારી ઇજા કરી તેમજ તમામ આરોપી ઓએ ઢીકાપાટુનો મુઢ માર મારીની ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને પોલિસે તપાસ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!