Wednesday, May 13, 2026
HomeGujaratમોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર કોમ્પલેક્ષમાં આગ લાગી:બીજા માળે ફસાયેલ ત્રણ...

મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર કોમ્પલેક્ષમાં આગ લાગી:બીજા માળે ફસાયેલ ત્રણ લોકોને ફાયર ટીમ દ્વારા સુરક્ષિત બહાર કઢાયા;ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ વોડાફોન સ્ટોરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, સ્ટોરમાં આવેલા ઇલેક્ટ્રિક સર્વર રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વ્યસ્ત શનાળા રોડ વિસ્તારમાં આવેલ વોડાફોન સ્ટોરના ઇલેક્ટ્રિક સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ સ્ટોર અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ધીમે ધીમે ઉપરના માળે ફેલાતી જતા બીજા માળે આવેલ જીમ સુધી પહોંચી હતી, જેના કારણે અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બે વોટર બ્રાઉઝર દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન કોમ્પલેક્ષના બીજા માળે ફસાયેલા ત્રણ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે ઇલેક્ટ્રિક સર્વર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!