Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે કરી બુટલેગરો પર કાર્યવાહી:અલગ અલગ સ્થળોએથી દારૂના જથ્થા સાથે...

મોરબી જિલ્લા પોલીસે કરી બુટલેગરો પર કાર્યવાહી:અલગ અલગ સ્થળોએથી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા

મોરબી જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સતત સક્રીય રહે છે. પરંતુ જીલ્લા પોલીસતંત્ર ખુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ આઇટીઆઇ સામે મહેન્દ્રનગર ગામમાં જતા કાચા રસ્તે વોચ ગોઠવી GJ-36-AF-0764 નંબરની મારૂતિ સુઝુકી અલ્ટો કારને રોકી તેમાં તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની રૂ.૮૪૪૦/-ની ૨૦ બોટલો મળી રૂ.૨,૦૦,૦૦૦/-ની અલ્ટો કાર સહીત કુલ રૂ.૨,૦૮,૪૪૦/-ના મુદ્દામાલ સાથે પિન્ટુભાઇ અશોકભાઇ બોરાણીયા (રહે.માથક ઝાંપાપાસે તા.હળવદ) નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ત્રાજપર ચાર રસ્તા એસ્સાપંપ સામેના ભાગે /પોલો ટાઇલ્સ નામની દુકાનમાં વેચાણ કરવાના ઇરાદેથી દારૂનો જથ્થો છુપાડવામાં આવેલ છે. જે હકીકતના આધારે પોલીસે મુકેશભાઇ મીઠાભાઇ પરમાર (રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ૫૦૧ ત્રાજપર ચોકડી નજીક મોરબી-૨)ની દુકાનમાં રેઇડ કરી પોલો ટાઇલ્સ નામની દુકાનમાંથી વિદેશી બીયરનાં રૂ.૭૦૦/-ની કિંમતના ૦૭ ટીન સાથે આરોપી સ્થળ પર મળી આવતા તેની અટકાયત કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, હળવદ પોલીસને બાતમી મળી હતી કે, હળવદનાં માથક ગામે આવેલ પીન્ટુભાઇ અશોકભાઇ બોરાણીયાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદેથી વિદેશો દારૂનો જથ્થો છુપાડવામાં આવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી વિદેશી દારૂની અલગ-અલગ કં૫નીની રૂ.૧૧,૫૦૦/-ની કિંમતની કુલ ૩૨ બોટલોનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી સ્થળ પર મળી નહિ આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ચોથા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ મકરાણીવાસ ચોક પાસે એક શખ્સને શંકાના આધારે રોકી તેની પૂછપરછ કરતા શંકાના આધારે પોલીસે તેની તપાસ કરતા આરોપી ચીરાગભાઇ અશોકભાઇ પઢીયાર (રહે.મોઢવાણીયા શેરી ગ્રીનચોક મોરબી) પાસેથી તેની એકટીવાની ડેકીમા રાખેલ કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયરના રૂ.૬૦૦/-ની કિંમતના ૬ ટીમ તથા બડવાઇઝર મેગનમ પ્રીમયમ બીયરના રૂ.૨૦૦/-ની કિંમતના ૦૨ સહીત જીજે-૩૬-એ.બી-૮૯૦૯ નંબરની રૂ.૩૦,૦૦૦/-ની એક્ટિવ મળી કુલ રૂ.૩૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ચીરાગભાઇ અશોકભાઇ પઢીયાર (રહે.મોઢવાણીયા શેરી ગ્રીનચોક મોરબી)ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!