Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા હાઇવે પર હરીપરના પાટીયા પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

માળીયા હાઇવે પર હરીપરના પાટીયા પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

માળીયા (મી) નેશનલ હાઇવે પર આવેલ હરીપર ગામના પાટીયા પાસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે નીકળેલ કાર ચાલકને પોલીસે દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

કચ્છથી મારૂતી સુઝુકી કંપનીની સીલ્વર કલરની એસક્રોસ કાર નં- GJ – 27-8-4779મા ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કાર ચાલક માળીયા તરફ આવતો હોવાની માળીયા મિયાણા પોલીસને બાતમી મળી હતી જેને લઈને પોલીસે માળીયા (મી) નેશનલ હાઇવે રોડ પર હરીપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી આ દરમીયાન પસાર થતી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી મેકડોવેલ્સ નં -૧ ની 72 બોટલ દારૂ કિ.રૂ .૨૭,૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસે આરોપી નગારામ ભગવાન જાટ રહે. ભચાઉં મારાણા પ્રતાપ સર્કલ પાસે સીવાજીપાર્ક ની બાજુમાં તા.ભચાઉ જી . કચ્છ મૂળ રહે- રામજીકા ગોલ ફાટ રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જેના કબ્જામાંથી પોલીસે દારૂ, વીવો કંપનીનો V20 મોબાઈલ અને મારૂતી સુઝુકી કંપનીની એસક્રોસ કાર સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!