Saturday, May 18, 2024
HomeGujaratહળવદના ઇશનપુર ગામે શેરીમાં ગાળો બોલવાની ના કહેતા મહિલા સહિત ચાર આરોપીઓ...

હળવદના ઇશનપુર ગામે શેરીમાં ગાળો બોલવાની ના કહેતા મહિલા સહિત ચાર આરોપીઓ ધોકા-ધારીયા સાથે તુટી પડ્યા

હળવદમાં ઇશનપુર ગમે શેરીમાં ગાળો બોલવાની ના કહેતા એક મહિલા સહિત ચાર આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ધોકા અને ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદ તાલુકાના ઇશનપુર ગામે રહેતા રાયધનભાઈ લવજીભાઈ વરાણીયા (ઉ.વ.૨૨ રહે.જુના ઇશનપુર હળવદ) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામણીક કેશાભાઈ વરાણીયા વાળો શેરીમાં ગાળો બોલતો હોય ત્યારે જિજ્ઞાબેન નામના મહિલા દ્વારા તેમને ગાળો ન બોલવા સમજાવવવા જતા ઉશ્કેરાઇ જઇને ફરિયાદીના હાથમાં ધારીયા વડે હુમલો કર્યો હતો તે દરમિયાન અન્ય આરોપીઓ જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા અને દીપકભાઈ કેશાભાઇ વરાણીયા વાળા પણ હાથમાં ધોકા લઈને આવી પરબતભાઇ નામના વ્યક્તિને ધોકા વડે માર માર્યો હતો અને મહિલા આરોપી કનુબેન કેશાભાઈ વરાણીયા એ જિજ્ઞાબેન ને પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે બાબતે હળવદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!