Tuesday, August 18, 2026
HomeGujaratહળવદના માથક અને મંગળપુર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

હળવદના માથક અને મંગળપુર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

હળવદ પોલીસે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં માથક ગામે ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા હરદેવભાઈ દિનેશભાઈ મકવાણા ઉવ.૨૫ રહે. માથક તા.હળવદ અને સાગરભાઈ મહેશભાઈ દારોદશ ઉવ.૨૪ રહે.મકનસર તા.જી.મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. આ સાથે સ્થળ પરથી રોકડા રૂ.૧૧,૭૦૦/- સહિતનો મુદામાલ કબજે કરાયો હતો.

- Advertisement -
- Advertisement -

જ્યારે હળવદ તાલુકાના મંગળપુર ગામના પાટિયા પાસે વડના ઓટા પરથી તીનપત્તી રમતા ધીરૂભાઈ ભગવાનભાઈ નગવાડીયા ઉવ.૪૦ તથા મહેશભાઈ ભવાનભાઈ નગવાડીયા ઉવ.૨૯ બન્ને રહે. મંગળપુર તા.હળવદ વાળાને રોકડા રૂ.૧,૮૩૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. હળવદ પોલીસે ચારેય વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!