વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પો.કોન્સ. શક્તિસિંહ પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે ભલગામ ગામની સીમમાં સ્મશાન પાસે ખરાબામાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરવામાં આવી હતી. જેમાં વસુભાઈ રઘુભાઈ ભાલીયા રહે. ભલગામ તા.વાંકાનેર, લાખાભાઈ મનુભાઈ મેવાળા રહે. મેસરીયા તા.વાંકાનેર, નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા રહે. ૨૫ વારીયા ક્વાટર નારાયણનગર શેરી નં.૧૨ રાજકોટ તથા સુરેશભાઈ રાજુભાઈ પરમાર રહે. મેસરીયા તા.વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૩,૭૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






