આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયદિપભાઇ શામજીભાઇ માંડાણી (ઉ.વ. ૩૦, રહે. ગામ ઠીકરીયાળી, તા. વાંકાનેર) એ આરોપીઓ રાહુલભાઇ રાજુભાઇ માંડાણી, મનીષભાઇ રાજુભાઇ માંડાણી, હિતેષભાઇ રાજુભાઇ માંડાણી, રાજુભાઇ રાજુભાઇ માંડાણી (રહે. બધા ઠીકરીયાળા, તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૬ ના રોજ ટોલનાકા વાંકાનેર બાંઉન્ટ્રી પાસે ફરીયાદી વોટર સપ્લાયરનું ધંધો કરતા હોય જે કામે આરોપીઓ પાણી સોપતા ન હોય જેનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદને લાકડા તથા પાઇપ ધોકા માર મારી ગાળો આપી તથા ફરીયાદીના પત્ની ને ધરે જઇ ગાળો આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.