પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામે રહેતા ડાયાભાઈ જીવણભાઈ કરોતરાએ આરોપીઓ બિજલભાઈ હીરાભાઈ વેરાણા, ભારાભાઈ બિજલભાઈ વેરાણા, દેવસીભાઈ બિજલભાઈ વેરાણા તથા વજીબેન બિજલભાઈ વેરાણા (રહે. તમામ મકનસર ગામ તા. મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૦નાં રોજ બપોરનાં આશરે બારેક વાગ્યાનાં અરસામાં ફરિયાદી ડાયાભાઈ પોતાની પત્નીને તેડવા માટે ગયા હોય ત્યારે આરોપીઓ બિજલભાઈ હીરાભાઈ વેરાણા, ભારાભાઈ બિજલભાઈ વેરાણા, દેવસીભાઈ બિજલભાઈ વેરાણાએ લોખંડના પાઈપ, કુંડલી વાળી લાકડી તથા લાકડાનાં ધોકા વડે ફરિયાદીને માથામાં તથા હાથે પગે માર મારી ડાબા હાથે ફ્રેકચર જેવી ઈજા કરી હતી જ્યારે આરોપી વજીબેન બિજલભાઈ વેરાણાએ ફરિયાદીને પકડી રાખી ગાળો બોલી ફરિયાદી તથા સાથેના વ્યક્તિને મુંઢ માર માર્યો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.