મોરબી તાલુકાના કેરાળી ગામેં વીજ ચેકીંગ કરવા ગયેલ ટુકડી પર વીજ ચોરી કરતા પરિવારના ચાર શખ્સોએ હુમલો કરી માર માંર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વીજ કર્મચારી જીતેંદ્રભાઇ અશોકભાઇ રાજા તથા તેમનો સ્ટાફ કેરાળી ગામે સવજીભાઇ અરજણભાઇના ઘરે વિજ ચેકીંગ અર્થે ગયા હતા. જ્યાં સવજીભાઈનું મિટર ડાયરેક ચાલુ હોય જેથી મિટર ઉતારી લેતા જણાવ્યું હતું આ બાબતને લઈને સવજીભાઇ અરજણભાઇ તથા તેમના દિકરા અને અમુ રાણાએ વીજ કર્મી જીતેન્દ્રભાઈને ગાળો ભાંડી અને એક અજાણ્યા શખ્સે તેમના પાછળના ભાગે લાકડી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ સવજીભાઇ અરજણભાઇએ કોલર પકડી ગાડીમાથી નિચે ઉતારી સવજીભાઇ તથા સવજીભાઇના દિકરા તથા અમુ રાણા હુંબલે જીતેન્દ્રભાઈને બે ત્રણ લાફા ઝીંકી લીધા હતા.