વાંકાનેરના નવાપરા જી.આઈ.ડી.સીના પાસે યુવાન પાર છરી વડે હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર રૂત્વીકભાઇ જગદિશભાઇ સારલા (ઉ.વ.૧૮ ધંધો.મજુરી રહે.વાંકાનેર નવાપરા કન્યા શાળા સામે શેરીમા જી.મોરબી) નો જન્મદિવસ હોવાથી પોતાના મિત્ર સાથે નાસ્તો કરવા ગયા હતા. જ્યા સાહેદ મુનાફભાઇએ આરોપી મયુર બાવાજી સામે જોતા સામે જોતા આરોપીઓને સારૂ ન લાગ્યું હતું અને ત્યાર બાદ પોતાના મિત્ર સાથે જન્મદિવસ નિમીતે કેક કાપવા મિત્રોને બોલાવ્યો હતો. આ દરમિયાન આરોપી હુશેન બ્લોચ, મયુર બાવાજી અને એજાજ મોવર તથા સાહિલ ઉર્ફે બાબો યુસુફભાઇ આફ્રીદી (રહે.બધા મીલપ્લોટ)એ ત્યા જઇ અને રૂત્વીકભાઇને ગાળો આપી હતી. ઉપરાંત ઉશ્કેરાઈ જઈ છરીના જમણા ગાલ પર ઘા મારી દેતા પાંચેક ટાકા લેવાની નોબત આવી પડી હતી. ઉપરાંત પાઈપ વડે બંને પગે તથા વાસામા તથા કમરે મુંઢ ઈજા કરી હતી. જે મામલે રૂત્વીકભાઇ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.